તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વૈચ્છિક નિર્ણય:વડાલીના ડોભાડા ચાર રસ્તે આજથી પાંચ દિવસ લોકડાઉન

વડાલી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડાલી તાલુકાના ડોભાડા ચાર રસ્તા પર તમામ ધંધા રોજગાર 19 થી 23 સપ્ટેમ્બર સુધી પાંચ દિવસ સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કરાયો છે. જીવનજરૂરિયાત સિવાયની દુકાનો ખોલનાર વેપારી પાસેથી દંડ વસૂલવાનો નિર્ણય વેપારીઓ દ્વારા કરાયો છે.

તાલુકાના પશ્ચિમ વિસ્તારના લોકોમાં ધંધા રોજગાર માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા ડોભાડા ચાર રસ્તા પર આવેલા વેપારીઓની બેઠક શુક્રવારે મળી હતી. જેમાં વેપારીઓ દ્વારા કોરોનાના તાલુકામાં વધતા કેસોની ચિંતા વ્યક્ત કરી શનિવારથી તમામ ધંધા રોજગાર 5 દિવસ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. તેમજ ચાર રસ્તા પર આવેલ મેડિકલ, દવાખાના તેમજ પેટ્રોલપંપ સિવાયના તમામ ધંધા રોજગાર ખોલનાર વેપારીને દંડ ફટકારવાનો નિર્ણય કરાયો છે. વડાલી બાદ ડોભાડા ચાર રસ્તા લોકડાઉન થતાં દેશભરમાં થયેલા લોકડાઉનની અસર તાલુકાની જનતાનો આગામી પાંચ દિવસ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...