તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધિંગાણું:વડાલીના ડોભાડામાં સમાજના વાસણો લેવા મુદ્દે બે જૂથો વચ્ચે ધિંગાણું, 8 ઘાયલ

વડાલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રીમંતનો પ્રસંગ હોઇ વાસણો લાવ્યા હતા, પતિ અને સસરાને મારમાર્યો

વડાલીના ડોભાડામાં દલિત સમાજના લોકોમાં સમાજના વાસણો મેળવવા બાબતે સામસામે હિંસક ધિંગાણું સર્જાતાં 8 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવ અંગે બંને પક્ષે વડાલી પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે 16 સામે ગુનો નોંધ્યો હતો.

ડોભાડાના યશવંતભાઈ ગોવિંદભાઇ વણકરના પત્ની પૂજાબેનનો શ્રીમંતનો પ્રસંગ હોઈ રસોઈ બનાવવા સમાજના વાસણો લાવ્યા હતા. જે વાસણો બાબતે પોતાના જ સમાજના 8 વ્યક્તિઓ શુક્રવાર સાંજે ઘરે આવી પૂજાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી પતિ એને સસરાને ગડદાપાટુનો માર માર્યો હતો. આ બનાવ અંગે પૂજાબેને વડાલી પોલીસ સ્ટેશનમાં 8 સામે શનિવારે ફરિયાદ નોંધાવી છે. જેની સામે જગદીશચંદ્ર દલપતભાઈ સુતરીયાએ બીજી ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયું છે કે ગોવિંદભાઇ પશાભાઈ વણકરના ઘરે સમાજના વાસણો હોઈ બીજાના ઘરે પ્રસંગ હોઈ સમાજના માણસો લેવા જતા વાસણ આપવાની ના પાડી હતી. જેથી સમાજના માણસોએ ભેગા મળીને સમાધાન કરતા ગોવિંદભાઇએ પોતાના ઘરે આવી વાસણો લઈ જવા કહ્યું હતું. જેથી જગદીશચંદ્ર તેમજ સમાજના અન્ય વ્યક્તિઓ શુક્રવાર સાંજે વાસણો લેવા તેમના ઘરે જતા ગોવિંદભાઇ તેમજ તેમના પરિવારના સભ્યોએ છૂટા પથ્થરો મારો ચલાવીને લાકડીઓ,ધોકા અને કુહાડી લઈ દોડી આવી હુમલો કર્યો હતો.જેમાં તેઓને તેમજ ખેમાભાઈ વણકર,રમણભાઈ વણકર,કનુભાઈ વણકર તેમજ શામળભાઈ વણકરને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા.

પૂજાબેને આમની સામે ફરિયાદ નોંધાવી
જગદીશભાઈ દલપતભાઈ સુતરીયા,જસવંતભાઈ શામળભાઈ વણકર, મુકેશભાઈ કોહ્યાભાઈ વણકર, ધવલકુમાર શામળભાઈ સક્સેના, રમણભાઈ વસ્તાભાઈ વણકરખેમાભાઈ રેવાભાઈ વણકર, દલપતભાઈ વસ્તાભાઈ વણકર, રાકેશકુમાર શંકરલાલ અમીન

જગદીશચંદ્રે આમની સામે ફરિયાદ નોંધાવી
ગોવિંદભાઇ પશાભાઈ વણકર, યશવંતભાઈ ગોવિંદભાઇ વણકર, મનોજભાઈ ગોવિંદભાઇ વણકર, હીનાબેન ગોવિંદભાઇ વણકર, વીણાબેન ગોવિંદભાઇ વણકર
ચંદ્રિકાબેન દેવાભાઈ વણકર, ગીરીશભાઈ દેવાભાઈ વણકર, પૂજાબેન યશવંતભાઈ વણકર, જશોદાબેન દેવાભાઈ વણકરજગદીશચંદ્રે આમની સામે ફરિયાદ નોંધાવી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

    વધુ વાંચો