તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વડાલી-ધરોઈ રોડ પર વાહનની ટક્કરથી સાઇકલ ચાલકનું મોત

વડાલી25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મજુરીકામ પતાવી વતન ડોડીવાડા જતા અકસ્માત

વડાલી-ધરોઈ રોડ પર આવેલ મોતીનગર સોલરપ્લાન્ટ નજીક મંગળવારે સાંજે સાયકલ પર સવાર થઈ મજુરીકામ પતાવી પોતાના ઘરે જતા મજુરને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓને લઈ કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વડાલી પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

વડાલી તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વરતોલકંપામાં ખેડબ્રહ્મા તાલુકાના ડોડીવાડા ગામના પ્રકાશભાઈ બુબડીયા ખેતમજુરી કરવા પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે. જેઓને ઘર બનાવવાનું હોવાથી વરતોલકંપાથી સાયકલ લઈને મંગળવારે પોતાના ઘરે જવા સાંજે નીકળ્યા હતા.

જે દરમિયાન ધરોઈ-વડાલી માર્ગપર આવેલા મોતીનગર ગામ નજીક આવેલા સોલરપ્લાન્ટ પાસેથી પસાર થતા હતા તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે વાહનને પુરઝડપે ચલાવી તેમની સાઈકલને જોરદાર ટક્કર મારી હતી.જેથી તેમને માથાના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કરતા પરિવારપર આભ તૂટી પડ્યું હતું. આ બનાવ અંગે વડાલી પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો