ઇડરથી ગૌધન ભરીને વડાલી કતલખાનામાં લઇ જવાતું હોવાની ગુરૂવારે સાંજે માહિતી મળતા દોડી અાવેલ ગૌરક્ષકોને જોઇ છોટા હાથીનો ચાલક વડાલીના કસ્બા વિસ્તારમાં છોટા હાથી મૂકીને ફરાર થઇ ગયો હતો. દરમિયાન કસ્બામાં રહેતા ત્રણ શખ્સો લાકડીઓ લઇ ધસી આવતા ત્રણેય યુવકો બાઇક પર સ્થળ છોડી જવા દરમિયાન બાઇકને ફટકા મારી નુકસાન કરતાં જૂથ અથડામણ સર્જાવાની સ્થિતિનું નિર્માણ થયુ હતું.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.03-03-22 ના રોજ સાંજે વડાલીના સચીન અશોકભાઇ સગર ઉપર મિત્ર કૃણાલ સુરેશભાઇ સગરનો ફોન આવ્યો કે ઇડર તરફથી છોટા હાથીમાં ગૌ-વંશ ભરી કતલખાને લઇ જવાઇ રહ્યુ છે અને હું ધરોઇ ત્રણ રસ્તા ઉભો છું તમે આવી જાવ જેથી અશોકભાઇ અને વિક્રમભાઇ સગર બાઇક લઇને ધરોઇ ત્રણ રસ્તા પહોંચતા છોટા હાથી ધરોઇ રોડ બાજુ વળતા ત્રણે જણાએ પીછો કર્યો હતો અને છોટા હાથી નં. જી.જે-27-વી-8664 નો ચાલક કસ્બામાં મસ્જિદ આગળ છોટા હાથી મૂકીને ભાગી ગયો હતો અને ત્રણેય ગૌરક્ષકો છોટા હાથી નજીક પહોંચતા કસ્બા વિસ્તારમાં રહેતા પીન્ટુ ગેરેજ ઉમિયાપાર્ક વાળો, શાહરૂખ ખાટકી, આસીફ ખાટકીએ હી શું કામ આવ્યા છો કહી લાકડીઓ લઇ હુમલો કરવાનો પ્રયાસ કરતાં ત્રણેય યુવકો બાઇક પર કસ્બામાંથી બહાર નીકળી ગયા હતા.
વિક્રમભાઇનું બાઇક કસ્બામાં છોડી દેવુ પડ્યુ હતુ આ શખ્સોએ બાઇકને ફટકા મારી નુકસાન પહોંચાડ્યુ હતું. પોલીસે પીન્ટુ ગેરેજ ઉમિયાપાર્ક વાળો, શાહરૂખ ખાટકી અને આસીફ ખાટકી ત્રણેય સામે ગુનો નોંધ્યો હતો.
4 વિરુદ્ધ પશુક્રુરતા નિવારણ કાયદા અંતર્ગત ફરિયાદ
વડાલી પોલીસે છોટાહાથી લઇને આવનાર પના રામા વણઝારા અને પનાગેમા વણઝારા (બંને રહે. ભાટીયામીલ ઇડર) સામે દોઢેક વર્ષના બે પાડા ક્રૂરતા પૂર્વક બાંધી કતલખાને લઇ જવા અંતર્ગત અને કર્મા જીવા વણઝારા (રહે. ભાટીયા મિલ ઇડર) એ વડાલીના ધરોઇ રોડ પર રહેતા અજુ કાળુ ચૌહાણને આ બે પશુ કિં.રૂ.6000 ભરી આપતાં કુલ ચાર સામે પશુક્રુરતા અને પશુ સંરક્ષણધારાની વિવિધ કલમો અંતર્ગત બીજી ફરિયાદ નોંધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.