સારવાર દરમિયાન મોત:વડાલીના ભગતપુરામાં 64 વર્ષીય પુરુષનું ભમરા કરડવાથી મોત થયું

વડાલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વડાલી તાલુકાના ભગતપુરામાં કામકાજ અર્થે ખેતરમાં ગયેલ પરિવારના 64 વર્ષીય પુરુષનું ભમરા કરડવાથી મોત નિપજતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. વડાલીના ભગતપુરા પાસેના ખેતરમાં પરિવાર સાથે ચૌહાણ રાઘજી તલાજી ઉ.વ. 64 ખેતરમાં અડદ વાઢવા જઈ રહ્યા હતા તે સમયે ભમરા ઝુંડ પસાર થતું હતું. ત્યારે અચાનક રાઘજી ચૌહાણ અને તેમના પરિવારના સભ્યોને ભમરા કરડ્યા હતા. રાઘજીભાઈને વધુ કરડતા સારવાર અર્થે વડાલી સિવિલમાં ખસેડાતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...