તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:વડાલી તાલુકાના જલોદરામાં વિદ્યાલયમાંથી 7500ની ચોરી

વડાલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટી.વી. રિસીવરસેટ અને કેબલબોર્ડની ચોરી

વડાલીના જલોદરા (નંદાનગર)માં ગંગાબા સોમાભાઈ પટેલ વિદ્યાલયની વહીવટી કચેરીનું તાળું તોડી ચોરો ગત શુક્રવારે ટીવી, રીસીવર સેટ તેમજ કેબલબોર્ડની રૂ. 7500ની ચોરી કરી પલાયન થતાં વડાલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વડાલીના માથાસુર ત્રણ રસ્તાથી વિજયનગર ધોરી માર્ગપર આવેલા જલોદરા (નંદાનગર) ગામે ગંગાબા સોમાભાઈ પટેલ વિદ્યાલયમાં કર્મચારી કચેરીનુ ગત શુક્રવારે રાત્રે ચોરોએ તાળું તોડી અંદર ઘૂસી કલર ટીવી,રીસીવર સેટ તેમજ કેબલબોર્ડની ચોરી કરી હતી. શનિવારે વહેલી સવારે વિદ્યાલયના શિક્ષકો તેમજ કર્મચારીઓ ફરજ પર જતાં કચેરીનું તાળું તૂટેલું જણાતાં વહીવટદારોને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતા. જે બાદ તપાસ કરતાં ચોરી થઈ હોવાનું જણાતાં સોમવારે ભરતભાઇ રામજીભાઈ પટેલ દ્વારા સોમવારે વડાલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...