તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટેરી દુલ્હન:વડાલીના યુવકને 1.79 લાખનો ચૂનો લગાવનાર લૂંટેરી દુલ્હન સહિત 4 ઝડપાયા, 4 ગઠિયા ફરાર

વડાલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લૂંટેરી દુલ્હન પરિણીત અને બાળકીની માતા નીકળી , ચાંદીના દાગીના પોલીસે રિકવર કર્યા

વડાલીમાં રેપડીમાતા મંદિર સામે ચાની કીટલી ચલાવતા યુવક સાથે લગ્ન કરી રોકડ તેમજ દાગીના મળી 1.79 લાખનો ચુનો લગાવી એક જ સપ્તાહમાં લૂંટેરી દુલ્હન ભાગી જતાં વડાલી પોલીસમાં યુવકે લગ્નની લાલચ આપી યુવકોને ફસાવી પૈસા પડાવતી વડાલી સહિત સુરતની 8 શખ્સોની ગેંગ સામે ફરિયાદ નોંધાવતા વડાલી પોલીસે 7 દિવસમાં જ દુલ્હન બનેલ એક દીકરીની પરિણીત માતા સહિત ચારને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી ચાંદીના દાગીના રિકવર કર્યા હતા.

વડાલી પી.એસ.આઈ. આર.જે.ચૌહાણના જણાવ્યા અનુસાર શહેરના દવે સ્ટ્રીટમાં આવેલી ધોબી ફળીમાં રહેતા અને ચાની કિટલી ચલાવતા દિપકકુમાર મહેન્દ્રભાઈ રાવલ ના લગ્ન ન થતા જાવેદભાઈ આદમભાઈ મનસુરીને વાત કરતાં તેમણે દલાલ રશીદભાઈ ઉર્ફે લાલા કાદરભાઈ મનસુરીનો સંપર્ક કરી આપતા સુરત છોકરી જોવા મોકલ્યા હતા.

જ્યાં શારદાબેન કોદરભાઇ પરમાર,ચંદ્રરામાણી આર.તિવારી, દામા તેજપાલ નેણસિંગભાઈ, ભરતભાઇ અને શ્વેતા ચૌધરીએ ભેગા મળી નાગપુરની શુભાગી ભોજરાજ લોહાણે સાથે 25 ફેબ્રુ.આ રોજ વડાલીમાં લગ્ન કરાવી 13500 રોકડા અને રૂ. 44000 ના દાગીના મળી 1,79,000 યુવક પાસેથી લીધા હતા.

જે બાદ માસી બીમાર છે એવું કહી સુરત બોલાવતા યુવકને મૂકી દુલ્હન ભાગી ગઈ હતી. જેથી વિશ્વાસઘાત થતાં યુવકે ઉપરોક્ત તમામ સામે વડાલી પોલીસ સ્ટેશનમાં 2 એપ્રિલે ફરિયાદ નોંધાવતાં વડાલી પોલીસે ગત રાત્રે લૂંટેરી દુલ્હન શુભાગી અને તેની માસી શ્વેતા ચૌધરી અમદાવાદના ઓઢવથી તેમજ જાવેદ અને રશીદભાઈ મનસુરી વડાલીથી ઝડપાતાં જેલનાસળિયા પાછળ ધકેલી દેઈ ચાંદીના દાગીના રિકવર કર્યા હતા.પોલીસ તપાસમાં લુંટેરી દુલ્હન પરિણીત અને બાળકીની માતા હોવાનું બહાર આવતા આ ગેંગ લગ્ન ઈચ્છુક યુવકોને પોતાની માયાજાળમાં ફસાકી ચુનો લગાવતી હોવાનું જણાતા તપાસ હાથ ધરી અન્ય ચારને પકડવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...