તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ધરોઈ ડેમની રિવર્સ કેનાલ નં-2 પરથી 13 મોટરના કેબલ ચોરાયાં

વડાલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિયત મંડળીઓનાં કેબલ ચોરાતાં પોલીસમાં રજૂઆત કરાઈ

વડાલી તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ધરોઈ જળાશય યોજનની રિવર્સ કેનાલ નં-2 માંથી વિવિધ ગામના ખેડૂતો પિયત મંડળી બનાવી સિંચાઈ માટે લઈ જતાં પાણી માટે મૂકેલ 13 ઇલેક્ટ્રિક મોટરોના તાંબાના કેબલ વાયરો રવિવારે રાત્રે ચોરાતાં મંડળીના સંચાલકોએ કેબલચોરોને પકડવા વડાલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

વડાલી તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ડોભાડા, હિંમતપુર, ભંડવાલ, વાસણા, રહેડા, નારાયણનગર ગામના ખેડૂતો દ્વારા વિવિધ પિયત સહકારી મંડળીઓ બનાવી ચોમાસુ, શિયાળુ અને ઉનાળુ પાકોને પિયત કરવા ધરોઈ જળાશય યોજનાની રિવર્સ કેનાલ નં.2 માં ઇલેક્ટ્રીક મોટરો મૂકી પાઈપલાઈન દ્વારા સિંચાઈ કરી ખેતી કરે છે. જેની 13 પિયત મંડળીની મોટરો રવિવારે રાત્રે એકાએક બંધ થતાં ખેડૂતો તપાસ કરવા કેનાલ પર જતાં મોટરોના તાંબાના કેબલ વાયરો ચોર કાપીને ચોરી કરી લઈ જતાંમંડળીના સંચાલકોએ આ અંગે વડાલી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

આમનાં કેબલ ચોરાયાં

દિગ્વિજય પિયત મંડળીડોભાડા
વૃંદાવન પિયત મંડળીડોભાડા
ગાયત્રી પિયત મંડળીડોભાડા
મારૂતિ પિયત મંડળીહિંમતપુર
નીલકંઠ પિયત મંડળીહિંમતપુર
કૃષ્ણ પિયત મંડળીઅસાઈ(વાસણા)
શિવમ પિયત મંડળીરહેડા
મહાકાળી પિયત મંડળીભંડવાલ
ઉમિયા પિયત મંડળીરહેડા

ઉમિયા મંડળી નારાયણ નગર

ઉમિયા મંડળી નારાયણનગર

બજરંગ પિયત મંડળીહિંમતપુર
ગણેશ પિયત મંડળીભંડવાલ
અન્ય સમાચારો પણ છે...