તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્પ દંશ:તલોદના વક્તાપુર ગામમાં મહિલાને સાપ કરડતાં મોત

તલોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

તલોદ તાલુકાના વક્તાપુરમાં પરિણીતા ઘરે સૂતી હતી તે વખતે મહિલાને ઝેરી સાપ કરડતાં મહિલાનું સારવાર દરમિયાન મોત થતાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

વક્તાપુરમાં વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ વિક્રમસિંહ ઝાલાની પત્ની વર્ષાબા (ઉંમર 25)ઘરે સૂતી હતી. ત્યારે વહેલી સવારે વરસાદી માહોલમાં સાપે ડંખ મારતાં મહિલાને તલોદની સરકારી રેફરલ હોસ્પિટલમાં અને ત્યાંથી તલોદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે સારવાર મળે તે પહેલા મહિલાનું મોત થતાં ગામમાં શોક છવાયો હતો. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને પોસ્ટમોર્ટમ બાદ પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...