રોષ:તલોદના કૃષ્ણપુરામાં પાણીની લાઈન તૂટતાં પાણીનો વેડફાટ

પુંસરી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસથી પાણીનો બગાડ થતાં લોકોમાં રોષ

તલોદના રોઝડ પાસે આવેલ કૃષ્ણપુરા દૂધ મહિલા દૂધ મંડળી નજીક બે દિવસથી વોટરવર્કસ લાઈન તૂટી જવાથી લાખો લિટર પાણી વેડફાઇ રહ્યું છે. આ અંગે કૃષ્ણપુરા રોઝડ મહિલા દૂધ ઉત્પાદક મંડળીના સેક્રેટરી નિકેશસિંહ ઝાલા દ્વારા સરપંચ અને તલાટીને રજૂઆત કરવા છતાં કામ થતું નથી. પરિણામે ગામલોકોને હાલાકી ભોગવવી પડે છે. દૂધ મંડળીમાં દૂધ ભરાવા આવતાં લોકોને ભર શિયાળામાં ઠંડા પાણીમાંથી પસાર થવું પડે છે. આ અંગે રોઝડ સરપંચ વી.એલ. વાઘેલાને પૂછતાં જણાવ્યું કે રવિવારના દિવસે જાણ થતાં બજાર બંધ હોવાથી સામાન મળ્યો નથી. આજે મંગળવારે પાઈપલાઈનનું કામ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...