તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:રોઝડ પાસે બે ટ્રક ટકરાતાં ચાલકોનાં મોત

પુંસરી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કમનસીબ મૃતકો: મકવાણા જીવાભાઈ , પ્રવિણસિંહ મકવાણા - Divya Bhaskar
કમનસીબ મૃતકો: મકવાણા જીવાભાઈ , પ્રવિણસિંહ મકવાણા
 • સોમવા રાત્રીનો બનાવ, ધનસુરાના નારણપુરા ગામના અને વડાગામના ચાલકોના મોત

તલોદના રોઝડ પાસે સોમવાર રાત્રે બે ટ્રક ટકરાતાં એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે અને બીજા ચાલકનું સારવાર દરમ્યાન મોત થયું હતું. તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. રોઝડથી હરસોલ રોડ પર પીપળીયા ગામના પીકઅપ સ્ટેન્ડ નજીક GJ09AV3855 અને GJ18BT3152 નંબરની બે ટ્રકો સામસામે ધડાકાભેર અથડાઈ હતી.

બે ટ્રક ટકરાતાં બંને ટ્રકોના કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
બે ટ્રક ટકરાતાં બંને ટ્રકોના કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

જેમાં GJ18BT3152 નંબરની ટ્રક લઈને જઈ રહેલા વડાગામના મકવાણા જીવાભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું.જ્યારે GJ09AV3855 નંબરની ટ્રકના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સારવાર દરમ્યાન પ્રવિણસિંહ કાળુસિંહ મકવાણા નારણપુરા, તા.ધનસુરા મોત થયું હતું. આ અંગે કનુભાઈ જીવાભાઇ મકવાણએ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો