તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનસિક અસ્થિર આધેડનો આતંક:પંચાયતમાં પાણીની મોટરને નુકસાન કરતાં આખું ગામ પાણી વગર રહ્યું

પુંસરી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તલોદના કઠવાડામાં માનસિક અસ્થિર આધેડનો આતંક

તલોદના કઠવાડામાં રબારી શૈલેષભાઈ સાગરભાઇ નામના માનસિક અસ્થિર મગજના આધેડ છેલ્લા ત્રણ મહિનાથી ગામલોકોને હેરાન પરેશાન કરી રહ્યો છે. સોમવાર રાત્રે સ્ટ્રીટ લાઈટ બંધ કરી પંચાયતમાં પીવાના પાણીના મોટરને નુકસાન કરતાં મંગળવારે આખો દિવસ આખું ગામ પાણી વગર રહ્યો હતો. રસ્તા પર જતા વાહનચાલકોને હેરાન પરેશાન કરે છે.

કઠવાડા સરપંચ સુરેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર આધેડને મેન્ટલ હોસ્પિટલમાં મૂકવામાં આવે તેવી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે. તલોદ પોલીસ મામલતદાર, ટીડીઓ, તલોદ-પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વગેરેને રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ પણ નિર્ણય આવ્યો નથી. કોઈ નિર્ણય નહીં આવે તો આગામી દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરીશુંની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર મહિલાઓ એકલી પણ બજારમાં આવી શકતી નથી તેમજ દુકાન ઉપર જઈ તોફાન કરે છે લોકો ડેરીમાં દૂધ ભરાવા પણ નથી આવી શકતા નથી અને શકતા ખેતરમાં જઇ શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...