તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલીઓમાં આક્રોશ:તલોદના ખારનામુવાડામાં પ્રાથમિક શાળા મર્જ કરતાં વાલીઓમાં આક્રોશ

પુંસરીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વાલીઓએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી - Divya Bhaskar
વાલીઓએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી
  • નિર્ણય રદ નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની વાલીઓની ચીમકી

તલોદના ખારના મુવાડામાં પ્રાથમિક શાળામાં સરકારે જાહેર કરેલી નવી નીતિઓ પ્રમાણે શાળા મર્જ કરતાં 58 બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાયું છે. શાળા મર્જ થવાનો આદેશ થતાં 58 બાળકોના વાલીઓએ બાળકોમાં એલસી કઢાવી લીધા છે અને બાળકોને અન્ય સ્કૂલમાં ભણતર માટે પ્રવેશ કરાવ્યો નથી જેથી બાળકો નું ભવિષ્ય અંધારામાં ધકેલાયું છે.

હાલમાં ખારના મુવાડા ગામે પ્રાથમિક શાળા માં ધોરણ ૧ થી ૮ ના વર્ગો ચાલે છે જેમાં 4 શિક્ષકો અભ્યાસ કાર્ય કરાવે છે પરંતુ શાળા મર્જ થતા શિક્ષકોની અન્ય શાળામાં બદલી કરી દેવાઇ છે. કમિટીને જાણ કર્યા વગર નિર્ણય લેવાયો ખારના મુવાડા પ્રાથમિક શાળાને મર્જ કરવાનો આદેશ કરી દીધો છે. પણ કમિટી ને જાણ ન કરતાં કમિટીના સભ્યોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વાલીઓએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...