આદેશ:આંત્રોલીમાં દબાણ દૂર કરાવવા માટે માર્ગ અને મકાન વિભાગની સૂચના

તલોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તલોદના આંત્રોલી ગામમાંથી પસાર થતા આંત્રોલીવાસ મોટા ચેખલા રોડ પર આવેલી ગામતળની જમીનમાં કેટલાક લોકો એ દબાણ કરી દીધું છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને અડચણ રૂપ થાય છે.ટ્રાફિકને અડચણરૂપ દબાણ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે તે માટે સાબરકાંઠા જિલ્લા માર્ગ - મકાન વિભાગ દ્વારા આંત્રોલી ગ્રામ પંચાયતને દબાણ દૂર કરવા માટે પત્ર લખી આદેશ આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગામતળ નું દબાણ દૂર કરવા માટે ગ્રામજનો અને પદાધિકારીઓ દ્વારા અવાર નવાર રજૂઆતો કરાતા માર્ગ અને મકાન વિભાગના હરકતમાં આવ્યું છે અને દબાણ દૂર કરવું ગ્રામપંચાયત ને પત્ર લખી આદેશ આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...