તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હર હર મહાદેવ:અણિયોડમાં રાજા માલવપતિ મુંજ શિવલિંગ ઉઠાવવા જતાં જમીન સાથે ચોંટી જતાં ત્યાં જ સ્થાપના કરી

પુંસરી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
શ્રાવણ મહિનામાં ભગવાનને શણગાર કરાય છે - Divya Bhaskar
શ્રાવણ મહિનામાં ભગવાનને શણગાર કરાય છે
  • શિવાલયનું નામ રાજા માલવ પતિ મુંજ પરથી મુજેશ્વર પડ્યું

તલોદના અણીયોડમાં 15 મી સદીનું પ્રાચીન કોતરણીવાળું શિવાલય છે. મંદિરમાં પ્રસિદ્ધ રાજા માલવ પતિ મુંજે ૧૫મી સદીમાં મેશ્વો નદીના કિનારે બનાવ્યો હોવાનું કહેવાય છે. રાજાના નામ ઉપરથી મુજેશ્વર મહાદેવ કહેવાય છે. ગામ લોકોએ આ મંદિરના જીર્ણોદ્ધાર કરીને હાલમાં નવું મંદિર બનાવેલ છે. મંદિરમાં લોકવાયકા મુજબ રાજા માલવ પતિ મુંજ ગુજરાતના પ્રસિદ્ધ તીર્થ નારાયણ સરોવર દર્શન કરી પોતાના રસાલા સાથે જતા હતા અને શિવભક્ત હતા તેથી તે શિવલિંગ સરોવર જોવા મેશ્વો નદીના કિનારે આ પ્રદેશમાંથી પસાર થતા હતા તે વખતે આ પ્રદેશમાં ગીચ વનરાજ હતો.

જે હેડંબા બિલીપત્રના વન તરીકે પ્રખ્યાત હતો પાસે જ નદીનો કિનારો હોવાથી પોતાના રસાલો કરીને શિવલિંગ ઉઠાવવા જતાં જમીન સાથે શિવલિંગ ચોંટી ગયું અનેક પ્રયત્નો કરવા છતાં જમીન થી શિવલિંગ છૂટુંના પડતા મુંજ રાજાએ તે વખતે આ જગ્યાએ મહાદેવનું મંદિર બનાવીને શિવલિંગની સ્થાપના પોતાના હસ્તે કરી હોવાનું કહેવાય છે. મંદિરનો મુખ્ય દરવાજો ઉદયપુરના આરસમાંથી બનાવાયો છે. તેમજ મેશ્વો નદી કિનારે શક્તિ માતાજીનું મંદિર નવું બનાવેલ છે. અહીં શિવરાત્રી અને જન્માષ્ટમીની મેળો ભરાય છે તેમજ સોમવારે મેળો ભરાય છે.

લોકવાયકા મુજબ અહીં બિલાડી અને કૂતરાં જોડે જમતા હતા તેમ જ વાંદરાઓને પણ મોતી ભગત જમાડતા હતા અને વર્ષોથી મંદિરની અંદર અખંડ જ્યોત ચાલુ છે. આજુબાજુના ગામ લોકો દ્વારા પક્ષીઓ માટે અનાજ અર્પણ કરાય છે. મંદિરની યજ્ઞશાળા માં મહેમાનને ચા પાણી રહેવા-જમવાની વ્યવસ્થા મંદિર દ્વારા નિ:શુલ્ક કરી અપાય છે.

અન્ય સમાચારો પણ છે...