તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:દોલતાબાદમાં સખીમંડળની મહિલાઓ સાથે 4.10 લાખની ઠગાઇ

પુંસરી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓના નામે લોન લઇ ન ભરતાં મહિલાઓએ ગામના જ શખ્સ સામે ગુનો નોંધાવ્યો

તલોદના દોલતાબાદમાં સખીમંડળની મહિલાઓના નામે રૂ. 4.10 લાખની લોન લઇ ગામના શખ્સે બેન્કે નોટિસ ઇશ્યુ કર્યા છતાં લોન ન ભરતાં કંટાળીએ મહિલાઓએ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગામના શખ્સ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મહિલાઓના નામે અલગ અલગ હેતુ માટે લોન લઇ શખ્સે ઠગાઇ કરતાં બે વાર લોન ભરવાનું પણ કહેતાં ન ભરતાં મહિલાઓએ ફરિયાદ નોંધાવી હતી.

તલોદના દોલતાબાદમાં મહિલાઓના ઉત્કર્ષ અને વિકાસ માટે અલગ અલગ નામોથી સખી મંડળની સ્થાપના કરી મંડળોના બેંકિંગ કાગળો ગામના બાબુભાઈ રેવાભાઈ ચાવડાએ મંડળોને અંધારામાં રાખી તલોદની ગુજરાત ગ્રામીણ બેંકમાંથી સીસીએસએચજી હેતુ માટે રૂ.92 હજાર સહયોગ અને હરિઓમ સખી મંડળમાંથી 2.50 લાખ તથા રોશની સખી મંડળમાંથી અલગ અલગ હેતુ માટે 68હજાર મળી કુલ 4.10 લાખની લોન લઈ સમયસર ન ભરતાં ગ્રામીણ બેન્ક દ્વારા વર્ષ 2019 માં સખી મંડળોને લોન ભરવા નોટિસ ઇશ્યુ કરતાં મહિલાઓએ બાબુ ચાવડાનો સંપર્ક કરતાં ત્રણ માસમાં ભરપાઈ કરવાનું જણાવ્યું હતું.

છતાં ભરપાઈ ન કરતાં ગુજરાત ગ્રામીણ બેન્ક દ્વારા ચેક રિટર્ન બાબતે તલોદ સિવિલ કોર્ટમાં ફરિયાદ કરતાં બાબુ ચાવડાએ લોન ભરપાઈ કરવા વધુ છ માસનો સમય માંગી 300 ના સ્ટેમ્પ પર બાંહેધરી આપી હોવા છતાં લોનની ન કરતાં મંડળની મહિલાઓએ છેતરપિંડીની ફરિયાદ તલોદ પોલીસમાં નોંધાવી હતી. તલોદ પોલીસે શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...