તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પ્રાંતિજ-તલોદની પ્રા.શાળાઓ મર્જ કરવાના હુકમને બંધ રાખવા માંગ

તલોદ,તાજપુર કુઈ,પુંસરીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠાના પ્રાંતિજ અને તલોદ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા કલેકટરને રજૂઆત

પ્રાંતિજ અને તલોદ પૂર્વ ધારાસભ્ય દ્વારા કલેકટરને પ્રાંતિજ અને તલોદની પ્રા.શાળાઓ મર્જે કરવાના હુકમને બંધ રાખવા માટે લેખિત પત્ર આપી રજૂઆત કરી હતી.પ્રાંતિજ અને તલોદની દલપુર, મોયદ, અદાપુર, મુધાસના, ખારાના મુવાડા, દાદરડા, નવાનગર, પાસીના મુવાડા સહિતની અનેક પ્રાથમિક શાળાઓને મર્જ કરવાના જિલ્લા શિક્ષણાધિકારી હુકમને બંધ રાખવાની બાબતે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી કે છેલ્લા બે દિવસમાં પ્રાંતિજ અને તલોદ તાલુકાની ધો.1 થી 8 ની પ્રાથમિક શાળાઓને અચાનક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

શાળાઓ બંધ થવાના કારણે નાના બાળકોને તેમના ગામથી દૂરની શાળાઓમાં અભ્યાસ અર્થે જવું પડશે અને જેને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો બાળકોને કરવો પડશે તેવી સ્થિતિમાં બાળકો પોતાનો અભ્યાસ પણ છોડી દે તેવી સ્થિતિ ઉભી થઈ છે. તેમનું ભણવાનું કેરિયર એક હુકમ થી બગડી જશે. જેથી આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના હુકમને તાત્કાલિક સ્થગિત કરવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પૂર્વ ધારાસભ્ય, વાલીઓ, ગ્રામજનો દ્વારા કલેકટરને નમ્ર વિનંતી કરવી હતી.

અન્ય સમાચારો પણ છે...