બેદરકારી:તલોદ તાલુકાને અસરગ્રસ્તમાં સમાવેશ કરવા આવેદન આપતી વખતે કોંગ્રેસના કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ જ ભૂલી ગયાં

તલોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા કૃષિબીલના વિરોધમાં તલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે જ ચોમાસા દરમ્યાન તલોદ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે ખરીફ પાકને થયેલા નુકસાનના કારણે ખેડૂતો ની હાલત કફોડી બની છે. તો તલોદ તાલુકાને અસરગ્રસ્ત વિસ્તારમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.જેમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...