આવેદન:તલોદમાં કોરોના સહાય ચુકવવા કોંગ્રેસ દ્વારા મામ.ને આવેદન

પુંસરી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

તલોદના કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના સહાય માટે તલોદ મામલતદાર કચેરી આવેદનપત્ર આપ્યું હતું. જેમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ સહાય આપો સહાય આપો, ચાર લાખની સહાય આપો વગેરેના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રસંગે તલોદ પ્રાંતિજ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા આગેવાની હેઠળ મંગળવારે તલોદ મામલતદાર એચ એલ ચૌહાણને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે કોરોના મૃત્યુ થયેલા લોકોને 50 હજારની જગ્યાએ ચાર લાખની સહાય મળે અાપવા રજૂઆત કરી હતી.

ભાજપ સરકાર પોતાના ખર્ચા મંત્રીઓને નવીન ગાડી હેલિકોપ્ટર વગેરે બંધ કરી મૃતકોને સહાય આપવા માંગ કરી હતી. મામલતદારે રજૂઆતને સરકાર સમક્ષ રજૂ કરવા ખાત્રી આપી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારીયા, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભગવતસિંહ ઝાલા, શહેર પ્રમુખ ખોડભાઈ દેસાઈ, વિરોધ પક્ષના નેતા પ્રભાત સોલંકી, કોંગ્રેસ તાલુકા સદસ્ય, જિલ્લા સદસ્ય, યુવા કોંગ્રેસ તલોદ તાલુકા કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...