માતાએ તરછોડ્યું:તલોદના મહિયલ ગામની સીમમાં ત્યજેલું નવજાત બાળક મળ્યું

તલોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

તલોદ તાલુકાના મહિયલ ગામની સ્મશાન નજીક સવારે 9 વાગે બાવળ ઝાડીમાં ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું હતું. બાળકના શરીર કીડી હોવાથી બાળકને તાત્કાલિક તલોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું. જ્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાળક મળી આવતા લોકોનો આક્રોશ સાથે માતા પર ફિટકાર વરસવાયો હતો.

તલોદ તાલુકાના વકતાપુર ગામના મહાવીરસિંહ નટવરસિંહ ઝાલા , રણજીતસિંહ તેમજ ભગવતસિંહ ઝાલા સ્થળ પર પહોંચ્યા હતા અને બાળક ને તલોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.અને તલોદ પોલીસ ને જાણ કરી હતી.તલોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ અંગે તલોદ કોંગ્રેસ પ્રમુખ ભગવતસિંહ ઝાલા જણાવ્યું હતું કે જ્યાં સુધી બાળકના માતા-પિતા ન મળે ત્યાં સુધી બાળકો તમામ ખર્ચો અમે ઉઠાવશું તેમજ સત્વરે પોલીસ દ્વારા બાળકની માતાની શોધખોળ થાય તેવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...