તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:અદાપુર પ્રાથમિક શાળા મર્જ કરાતાં તાળાબંધી કરાઇ

પુંસરીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહેલી સવારથી જ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળામાં પહોંચ્યા

તલોદના જોરાજીના મુવાડા પંચાયતના પેટાપરા અદાપુર ગામની પ્રાથમિક શાળા મર્જ કરી બંધ કરવાનો નિર્ણય કરાતાં શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી હતી. શિક્ષણ વિભાગ સમક્ષ ધોરણ એક થી પાંચ નો વર્ગ શરૂ રાખવા માંગ સ્થાનિકોએ કરી છે.

અદાપુર પ્રાથમિક શાળા મર્જ કરવાના વિરોધમાં ગ્રામજનોએ તાળાબંધી કરી
અદાપુર પ્રાથમિક શાળા મર્જ કરવાના વિરોધમાં ગ્રામજનોએ તાળાબંધી કરી

અદાપુર ગામમાં ચાલતી ધોરણ 1 થી 8 પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની ઘટના કારણે બાજુના ગામની પ્રાથમિક શાળા મર્જ કરવાના શિક્ષણ વિભાગનો નિર્ણય કરતાં ગ્રામજનો વહેલી સવારથી વાલીઓ તથા વિદ્યાર્થીઓએ શાળાના કેમ્પસમાં વિરોધ કર્યો હતો.

ધોરણ 6.7.8 ભલે મર્જ કરો પરંતુ ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા નાના બાળકોને બાજુના ગામમાં અભ્યાસ અર્થે મોકલવામાં ઘણી મુશ્કેલી સમસ્યા ઉભીથનારી હોઈ શાળા મર્જ કરવાનો નિર્ણય અયોગ્ય કરાવ્યો હતો. તેમજ તલોદ આજુબાજુ ગામના ૫૦ થી વધુ વાલીઓએ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સહિત ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને શાળાઓ મર્જ ન કરવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...