અકસ્માત:ટ્રક અને બાઇક ટકરાતાં દુબઇથી આવેલા આધેડનું ઘટનાસ્થળે મોત

પુંસરી,તલોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલોદના હરસોલ ચાર રસ્તે સવારે ગમખ્વાર અકસ્માત
  • અકસ્માત કરી ટ્રકચાલક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો

તલોદના હરસોલ ચાર રસ્તે શુક્રવાર સવારે 10:30 વાગે ટ્રક અને બાઇક ટકરાતાં તલોદના વાવ ગામના અને તાજેતરમાં દુબઇથી આવેલ આધેડનું મોત થતાં ચકચાર મચી જવા પામી હતી. જો કે અકસ્માત કરી ટ્રકચાલક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સવારે આશરે સાડા 10 વાગે હરસોલ ચોકડી પર ટ્રક નંબર જીજે 9 ઝેડ 9438ના ચાલકે વાવ ગામના બાઇક નંબર જીજે 9 સીએમ 1817 ના ચાલક રનુસિંહ વકતુસિંહ મકવાણા (57) જે દુબઈ થી બે દિવસ પહેલાં જ વતનમાં આવ્યા હતા. તેમના બાઇકનેે ટક્કર મારતાં તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. 108ને જાણ કરતાં ખાનગી વાહનમાં તલોદ સિવિલમાં લવાતાં હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. તલોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત કરી ભાગી ગયેલા ટ્રક ડ્રાઈવર સામે રણજીતસિંહ ઉદેસિંહ મકવાણાએ તલોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...