તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:તલોદની આમજનતા સોસાયટીમાં ચાર મકાનના તાળાં તૂટ્યાં 3.27 લાખની ચોરી

તલોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોરોએ સામાન વેરવિખેર કર્યો હતો. - Divya Bhaskar
ચોરોએ સામાન વેરવિખેર કર્યો હતો.
  • રોકડ અને દાગીનાની ચોરી કરી ચોરો ફરાર, સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાયો

તલોદમાં આમજનતા સોસાયટીમાં એક જ રાતમાં ચાર મકાનના તાળા તૂટતાં 3.27 લાખના સોનાના દાગીના અને રોકડની ચોરી થતાં સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાયો છે. સોસાયટીના રહીશ ચેનસિંહ તુલાસિંહ રાજપુરોહિતના દાદી ગુજરી જતાં તેમનો પરિવાર તેમના વતનમાં ગયા હોઇ ઘરે તેઓ એકલા હોવાથી તલોદમાં તેમના શાળાના ઘરે શનિવારના રાત્રે રોકાયા હતા.

રવિવાર સવારે ઘરે જતાં જોવા મળ્યું કે ઘરનું તાળું તૂટી ગયું હતું અને બધો સામાન વેરવિખેર થઈ ગયો તેમની પત્ની નો સોનાનો દોરો કિં. 45 હજાર, સોનાની 5 વીંટી કિં. 50,000 કાનમાં પહેરવાની બુટ્ટી 22000, રોકડ 50 હજારની આસપાસ ઘરમાંથી ચોરી કરી હોવાનું માલુમ પડ્યું હતું.

તેઓએ ફરિયાદમાં નોંધાવ્યા મુજબ આ સિવાય તેમના ઘરની બાજુમાં રહેતા પટેલ કિરીટભાઈ રમણભાઈના ઘરે પણ તાળું તોડી સોનાના દાગીનાની ચોરી કરી આશરે 1,60,000 નો માલ ચોરાયો હતો. તેમજ પ્રજાપતિ ચિરાગભાઈ નટવરભાઈના ઘરેથી તેમજ કેશાભાઈ છગનભાઇ પ્રજાપતિના ઘરના પણ તાળા તોડયા હતા પણ કોઈ ચીજવસ્તુ ચોરાઈ ન હતી. હાલ તલોદ પોલીસ સ્ટેશનમાં તેમની ફરિયાદ નોંધી પોલીસે આગળની કાર્યવાહી તપાસ હાથ ધરી છે. કુલ 3.27 લાખના મુદ્દામાલની ચોરી થતાં રહીશોમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...