બેદરકારી:પ્રાંતિજના સલાલ નજીક ચાલુ લક્ઝરીમાંથી મહિલા પટકાઇ

તાજપુરકૂઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સલાલ પાસે લક્ઝરી બસમાંથી મહિલા  પટકાતાં પોલીસ દોડી આવી હતી. - Divya Bhaskar
સલાલ પાસે લક્ઝરી બસમાંથી મહિલા પટકાતાં પોલીસ દોડી આવી હતી.
  • મહિલાને ઉલટી થતાં દરવાજા પાસે ઉભી હતી

પ્રાંતિજના સલાલ પાસે જતી લકઝરીમાંથી મહિલા ગાંધીનગરથી પોતાના વતન જતી વખતે ઉલટી જેવું થતાં મહિલા લકઝરીના દરવાજા પાસે ઉભી હતી. દરમિયાન મહિલા નીચે પટકાતાં 108 મારફતે મહિલાને સારવાર અર્થે ખસેડાઇ હતી.

સલાલ પાસે લક્ઝરી નં. આર.જે-12-પી.એ-2396 ના આગળના દરવાજા મીનાબેન હાસિયા મીળા ગાંધીનગરથી પોતાના પતિ અને પરિવાર સાથે વતન જઇ રહી હતી. દરમિયાન મહિલાને ઉલટી જેવું થતાં તે દરવાજા આગળ ઉભી હતી. મહિલાનો હાથ લપસી પડતાં રોડ પર પટકાતાં શરીરે હાથે પગે મોઢા ઉપર ઇજાઓ થતાં 108 મારફતે પ્રાંતિજ સિવિલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. ઘટનાની જાણ પ્રાંતિજ પોલીસને થતાં પ્રાંતિજ પોલીસ પણ દોડી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...