તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:પ્રાંતિજના મજરા નજીક કારે પલટી મારતાં બે યુવાન ઘાયલ

તાજપુરકુઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને રાજસ્થાનથી અમદાવાદ જતા હતા

પ્રાંતિજના મજરા પાસે રાજસ્થાનથી અમદાવાદ જતાં માર્ગે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર પરથી રોંગસાઇડમાં જઇ બે પલ્ટી મારી જતાં કારમાં સવાર બે યુવાનોને ઇજાઓ પહોંચી હતી. મંગળવારે રાજસ્થાન તરફથી અમદાવાદ જતી કાર નંબર RJ12CA4831 ના ચાલક મજરા પાસે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમવતાં કાર ડિવાઇડર કૂદી રોંગ સાઇડે બે પલ્ટી ખાતાં કારમાં સવાર વરૂણ પદમેશ ગાંધી (35) તથા હિંમાશુ ભાવસાર (38) બંને રહે.ડુંગરપુર રાજસ્થાન ઇજાગ્રસ્ત થતાં લોકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. યુવાનો ધંધા અર્થે અમદાવાદ જતા હતા.

અન્ય સમાચારો પણ છે...