વિભાજન:પ્રાંતિજ તાલુકાની 4 પંચાયતમાંથી બે પં.નું વિભાજન થયું

સલાલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રાંતિજ તાલુકાની ચાર ગ્રામ પંચાયતો અલગ કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાંથી બે પંચાયત અલગ પાડવામાં આવી છે. જ્યારે બે પંચાયતોની કામગીરી પૂર્ણતાના આરે છે. રાસલોડ ગ્રામ પંચાયતમાંથી મામરોલી પંચાયત અલગ પાડવામાં આવી છે. જ્યારે સીતવાડા પંચાયતમાંથી બોડીયા ગ્રામ પંચાયત અલગ પડવાથી ગામજનોમાં ખુશિનો માહોલ છવાયો હતો.

જ્યારે વાઘપુર પંચાયતમાંથી ભાગપુર અને ગેડ પંચાયતમાંથી મોરવાડ પંચાયતો અલગ પાડવાની કામગીરી પણ પુણ્યતાના આરે છે. આઝાદી બાદ પ્રથમવાર સંસદ સભ્ય દિપસિંહ રાઠોડના ગામ ભાગપુર ને સરપંચ ગામનાજ ઉપલબ્ધ થવાંથી લોકો આગામી માસમાં રોજગારી ગ્રામ પંચાયતો ના સરપંચની ચૂંટણી માટે તૈયારીઓ હાથ ધરી છતાં દિવાળીમાં ઠંડી ની અસર ચાલુ થવા છતાં પણ માહોલ ગરમાયો છે.

અન્ય સમાચારો પણ છે...