તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાનર હુમલો:પ્રાંતિજના ઝીંઝવામાં બે વાનરોએ શિક્ષક, મહિલા, બાળકીને બચકાં ભરી ઘાયલ કર્યા

પ્રાંતિજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝીંઝવામાં બે કપિરાજે બાળકીને પગે બચકાં ભરી ઘાયલ કરી હતી - Divya Bhaskar
ઝીંઝવામાં બે કપિરાજે બાળકીને પગે બચકાં ભરી ઘાયલ કરી હતી
  • શિક્ષક વધુ ઘાયલ, મહિલાના પીઠના ભાગે અને બાળકીને પગે બચકાં ભર્યા

પ્રાંતિજના ઝીંઝવામાં બે કપિરાજે આતંક મચાવતા ગામમાં શિક્ષક, મહિલા અને બાળકીને બચકાં ભરી ઘાયલ કરતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. સત્વરે વન વિભાગ દ્વારા બંને કપિરાજોને પાંજરે પૂરવા ગ્રામજનોની માંગ ઉઠી છે. પ્રાંતિજ તાલુકાના ઝીંઝવા મુકામે બે કપિરાજે આતંક મચાવતા એક શિક્ષક, એક મહિલા તથા એક નાની બાળકીને બચકાં ભરત ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ શિક્ષકને વધુ ઘાયલ કર્યા છે.

મહિલાના પીઠના ભાગે તથા બાળકીને જમણા પગે બચકાં ભર્યા છે. આ બાબતે પ્રાંતિજ વનસંરક્ષણ કચેરીના અધિકારીએ જણાવ્યું કે આ બાબતે અમને હજુ સુધી કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી.સત્વરે વન વિભાગ દ્વારા બંને કપિરાજોને પાંજરે પૂરવા ગ્રામજનોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...