તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:જીંજવા પાસે ઈંટો ભરેલી ટ્રક પલટતાં બે શ્રમજીવી ઘાયલ

પ્રાંતિજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રમજીવી પટકાતાં તેમના પર ઇંટો પડી

પ્રાંતિજથી જીંજવા જવા નીકળેલ ઈંટો ભરેલ ટ્રક શુક્રવારે બપોરે જીંજવા નજીક પલટતાં પાછળના ભાગે ઈંટો પર બેઠેલા બે શ્રમજીવી રોડ પર પટકાતાં ઈંટો નીચે દબાતાં ગંભીર ઇજાઓ થતાં અમદાવાદ રીફર કરાયા હતા.

પ્રાંતિજના બાલિસણાથી ઈંટો ભરીને નીકળેલ ટ્રક શુક્રવારે બપોરે જીંજવા તરફથી જતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવતા ટ્રક GJ 09 Z 0039 પલટતાં કેબિનમાં ડ્રાઇવર સાથે શખ્સ અને પાછળના ભાગે બે શ્રમજીવી પટકાયા હતા અને તેમના પર ઈંટો ભરેલી ટ્રક પલટતાં ગંભીર ઇજાઓ થઇ હતી.

શ્રમજીવીને હિંમતનગર સિવિલમાં લઈ જવાતા નાકના ભાગે, પાંસળીઓમાં તથા કરોડરજ્જુમાં ઇજાઓ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં રિફર કરાયા હતા. ઈંટવાડાના માલિક હાર્દિક પ્રજાપતિએ ઈજાગ્રસ્તને સારવાર માટે આનાકાની કરતાં ઇજાગ્રસ્તના સગા સાથે બોલાચાલી થયાનું પણ જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...