તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરૂણાંતિકા:ઇકો અને આર્મીનું વાહન ટકરાતાં પ્રાંતિજના કમાલપુરના 2 અને બામરોલીના એકનું મોત

તાજપુરકૂઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગમખ્વાર અકસ્માતમાં ઇકોના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા - Divya Bhaskar
ગમખ્વાર અકસ્માતમાં ઇકોના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા
  • રાજસ્થાનના જોધપુર બાલેશ્વર પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત
  • કમાલપુરથી ગયેલા 7 લોકો રણુંજા દર્શન કરી પરત ફરતા હતા, 4 ઘાયલ

પ્રાંતિજના કમાલપુરથી ઇકોમાં 7 લોકો બે દિવસ અગાઉ રણુંજા દર્શન કરવા ગયા હતા અને 25 ઓગસ્ટના રોજ પરત આવતા હતા. તે દરમિયાન બપોરના બે એક વાગ્યાના સુમારે રાજસ્થાનના જોધપુર બાલેશ્વર પાસે આર્મીવાહન અને ઇકો સામસામે અથડાતાં કમાલપુરના 2 અને મામરોલીના યુવાનનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે 4 જણાં ઇજાગ્રસ્ત થતાં જોધપુર સારવાર અર્થે ખસેડાયા હતા.

કમાલપુરથી બે દિવસ અગાઉ રણુંજા દર્શન કરવા 7 લોકો ઇકો લઇને નીકળ્યા હતા તા.25 ઓગસ્ટના રોજ દર્શન કરી પરત આવતા હતા.તે દરમિયાન બપોરના બે એક વાગે બાલેશ્વર પાસે મિલીટ્રી વાહન સાથે ઇકો ટકરાતાં ઇકોના કૂરચે કૂરચા ઉડી ગયા હતા અને ઇકોમાં બેઠેલા 7 મુસાફર પૈકી કમાલપુરના બાલાજી કાનાજી મકવાણા (55), કિરણજી માધાજી મકવાણા (34) અને મામરોલીના કિરણજી માધાજીના બનેવીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે 4 જણાને ગંભીર ઈજાઓ પહોંચતા જોધપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. સમાચાર મૃતકના પરિવારો જોધપુર જવા માટે નીકળી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...