તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોબાળો:પ્રાંતિજ બજારમાં દબાણો હટાવવાનું શરૂ કરતાં વેપારીઓએ હોબાળો કર્યો

પ્રાંતિજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીફ ઓફિસરની ચેમ્બરમાં હોબાળો મચાવતા પોલીસ બોલાવવી પડી

પ્રાંતિજ પાલિકા દ્વારા મંગળવારે ભાંખરીયા વિસ્તારમાં દુકાનની આગળના દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરતાં વેપારીઓએ પાલિકામાં પહોંચી હોબાળો મચાવ્યો હતો. વેપારીઓએ નોટિસ મળી ન હોવાનું જણાવ્યું હતું. જ્યારે પાલિકા દ્વારા અગાઉ નોટિસો આપી હોવાનો દાવો કરાયો હતો. ચીફ ઓફિસરની ચેમ્બરમાં મોટી સંખ્યામાં એકત્ર થઇ હોબાળો મચાવતા પોલીસ બોલાવવી પડી હતી.

પ્રાંતિજ પાલિકા દ્વારા મંગળવારે પોલીસ પ્રોટેક્શન સાથે ભાંખરીયા વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે દુકાનો આગળ કરેલ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેને પગલે વેપારીઓ અને કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થતાં વેપારીઓ પાલિકામાં પહોંચતા નયનભાઈ દેસાઈ અને બીપીનભાઈ પટણી બે કાઉન્સિલરો પણ તેમની પડખે આવ્યા હતા અને દબાણ હટાવવા જ હોય તો આખા ગામમાંથી હટાવો તેમ જણાવ્યું હતું.

ચીફ ઓફિસર ઉર્મિલાબેને જણાવ્યું કે પાલિકાના કર્મચારીઓ સાથે ગેરવર્તન કરવું યોગ્ય નથી. પાલિકા વિસ્તારમાં મંજૂરી વિના અને ગેરકાયદે બાંધકામ થયું હશે તો તે પણ દૂર કરાશે.

અન્ય સમાચારો પણ છે...