તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:પ્રાંતિજની ગોપીનાથ સોસા.માં 5 દિવસથી પાણી આવતું નથી

પ્રાંતિજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકામાં રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી નહીં

પ્રાંતિજના હાર્દસમાન એપ્રોચરોડ ઉપર આવેલ ગોપીનાથ સોસાયટીમાં છેલ્લા પાંચ દિવસ થી પાણી ન આવતાં રહીશો હાલાકી ભોગવી રહ્યા છે. પાલિકામાં રજૂઆત બાદ પણ કોઇ જ કાર્યવાહી ન કરાતાં રહીશો રોષે ભરાયા છે.

ગોપીનાથ સોસાયટીમાં છેલ્લા પાંચ દિવસથી પાણી ન આવતું હોવાથી રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે પ્રાંતિજ પાલિકામાં રજૂઆતો કરવા છતાં આંખ આડા કાન કરાઇ રહ્યા છે. પાલિકા દ્વારા તાજેતરમાં જ લાખ્ખોના ખર્ચે સોસાયટી પાસે જ પાણીનો સમ્પ બનાવાયો છે અને એનુ ઉદ્ઘાટન પણ જિલ્લા પ્રમુખના હસ્તે કરાયું છે. છતાંય આ સોસાયટીના રહીશોને પાણીની સમસ્યાને લઈ ને આમતેમ ભટવાનો વારો આવ્યો છે. બીજી તરફ પ્રાંતિજ પાલિકા નગરજનોને સ્વચ્છતા, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધાઓ મળી રહે તે માટે વિવિધ વોર્ડમાં સ્વચ્છતા સેવા-સપ્તાહની ઉજવણી કરી રહી છે. વોર્ડ-2 માં ગોપીનાથ સોસાયટીમાં જ સેવા-સપ્તાહ ઉજવણી દરમિયાન સોસાયટીના રહીશોને પાણીની સમસ્યા હલ ન થતા રહીશો પાલિકાની કામગીરી પર રોષ ઠાલવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...