ચોરી:પ્રાંતિજના મજરા ત્રણ રસ્તે ડાલામાંથી ~40 હજાર રોકડ- મોબાઇલની ચોરી

તાજપુરકૂઇ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ અગાઉ ડાલાના ચાલકની પત્નીના કાનની બૂટ્ટી ચોરાઇ

પ્રાંતિજના મજરા ત્રણ રસ્તા પાસે હોટલ આગળ ડાલુ મૂકી દૂધની થેલીઓ ડાલાનો ચાલક આપવા જતાં અજાણ્યા શખ્સોએ ડાલામાં પર્સમાં મૂકેલા રૂ. 40 હજાર તેમજ મોબાઇલની ચોરી કરી હતી. મજરા ત્રણ રસ્તે ડાલા નંબર GJ 09 AU 2695 નો માલિક શનાજી દૂધ છાશનો વ્યવસાય કરે છે. શુક્રવાર સવારના 9 વાગે મજરા 3 રસ્તા પાસે હોટલ વિનય આગળ ડાલું પાર્ક કરીને આસપાસ દૂધની થેલીઓ આપવા ગયો હતો. તે દરમિયાન ચોરો પાકીટમાં રહેલા 40 હજાર અને મોબાઈલ લઈ ફરાર થઈ ગયા હતા. ચોરીની જાણ થતાં ચાલકે બૂમાબૂમ કરી મૂકી હતી. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતાં ત્રણ શખ્સો બાઇક લઇને ભાગતા જોવા મળ્યા હતા.

અગાઉના દિવસે મકવાણા શનાજીની પત્ની સૂઈ રહી હતી. ત્યારે તે દરમિયાન અજાણ્યો શખ્સ આવીને કાનમાં પહેરવાની બુટ્ટી તોડીને ભાગી ગયો હતો.આ અંગે ડાલાના ચાલક શનાજી મકવાણાએ પ્રાંતિજ પોલીસમાં જાણ કરી રૂ. 40000 તેમજ કાનની બુટ્ટીની કિં. 20 હજાર મળી કુલ 60 હજારની ચોરીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...