તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકચાર:બોભા દૂધ મંડળીમાંથી 32 હજાર રોકડ, 20 લાખના FD સર્ટિની ચોરી

તાજપુરકૂઇ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોરોએ તિજોરીનો સામાન રફેદફે કર્યો. - Divya Bhaskar
ચોરોએ તિજોરીનો સામાન રફેદફે કર્યો.
  • મંગળવાર વહેલી સવારે મંડળીની જાળી તોડી અંજામ આપ્યો

પ્રાંતિજની બોભા દૂધમંડળીમાં વહેલી સવારે ચોરોએ ડેરીની જાળી તોડી તિજોરીમાં મૂકેલા 32 હજાર અને રૂ. 20 લાખના સર્ટિ સહિતની ચોરી થતાં ચકચાર મચી ગઇ છે. પ્રાંતિજની બોભા દૂધમંડળીમાં મંગળવારની વહેલી સવારે ચોરોએ મંડળીનું જાળી તોડી અંદર ઘૂસી તિજોરીમાં મૂકેલા 32627 રોકડ તેમજ 20 લાખના સર્ટિ, પર્સમાં મુકેલ સિક્કા લેટરપેડ સહિતની ચોરી કરી કાગળો રફેદફે કરી નાખ્યા હતા. આ અંગે દૂધ મંડળીના સેક્રેટરી છત્રસિંહ સોમસિંહ રાઠોડે જણાવ્યું હતું કે વહેલી સવારે જ આ ઘટના બની હોવાનું અનુમાન છે.

સેક્રેટરી જ્યારે 6:30 વાગે દૂધ મંડળીમાં આવ્યા ત્યારે તેમણે તિજોરી ખોલી અને ચોપડા રફેદફે દેખાતાં ચોરી થયાનું જણાતાં મંડળીના ચેરમેન બીકે રાઠોડ તેમજ તાલુકા પંચાયત અધ્યક્ષ કે.પી.પટેલ ને જાણ કરતાં બંને જણ દૂધ મંડળીમાં દોડી આવી અને ચોરી થયાની જાણ પ્રાંતિજ પોલીસ સ્ટેશનને જાણ કરાતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી સીસીટીવી કેમેરાના ફૂટેજ કાઢવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં બે અજાણ્યા શખ્સો એક્ટીવા લઈને આવેલા છે જે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.

અન્ય સમાચારો પણ છે...