મર્ડર:પ્રાંતિજના ઝીંઝવામાં દીકરાએ ઝઘડો કરી માતાની હત્યા કરી; પિતાને પણ મારમાર્યો, મૃતકના બીજા લગ્ન થયા હતા

સલાલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પુત્રે પિતાને મારતાં સારવાર અર્થે દાખલ કરાયા . - Divya Bhaskar
પુત્રે પિતાને મારતાં સારવાર અર્થે દાખલ કરાયા .

પ્રાંતિજના ઝીંઝવાથી વાઘરોટા જતાં રોડની સીમમાં કૂવા પર પુત્રે માતા સાથે અગમ્ય કારણોસર ઝઘડો કરી માતાની હત્યા કરી નાખી તેના પિતાને પણ મારતાં ચકચાર મચી જવા પામી હતી. પ્રાંતિજ પોલીસે લાશને પ્રાંતિજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી હતી અને તેના પિતાને પણ સારવાર અર્થે ખસેડાયા હતા. હત્યા કરી હત્યારો પુત્ર ફરાર થઇ ગયો હતો.

ઝીંઝવાથી વાઘરોટા જતાં રોડની સીમમાં આવેલ કૂવા ઉપર કલાજી ધુળાજી સડાત (73) રહે છે. અગાઉ કલાજીની પ્રથમ પત્નીનું મોત થતાં તેઓન લગ્ન ગંગાબેન સાથે થયા હતા. ગંગાબેન તેમની સાથે પુત્ર વિક્રમજીને લઇ આવ્યા હતા. દરમિયાન રવિવાર બપોરે અગમ્ય કારણોસર ઝઘડો કરી વિક્રમજીએ માતા ગંગાબેનની હત્યા કરી તેના પિતા સાથે પણ ઝઘડો કરી ફરાર થઇ ગયો હતો. આ અંગે પ્રાંતિજ પોલીસને ઘટનાની જાણ થતાં લાશને પીએમ અર્થે પ્રાંતિજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાઇ હતી. જ્યારે હત્યારાના પિતાને પણ વધુ સારવાર અર્થે પ્રાંતિજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાયા હતા.

કમનસીબ મૃતક
ગંગાબેન કલાજી સડાત

હત્યારો પુત્ર
વિક્રમજી ધનસિંહ ડામોર

અન્ય સમાચારો પણ છે...