હિંમતનગર થી અમદાવાદ તરફ રવાના થતી બસો ની નોંધણી માટે પ્રાંતિજ એપ્રોચ રોડના પીક અપ સ્ટેન્ડ પર કંટ્રોલ પોઇન્ટનું કેબીન મૂકાયું છે. ગુરુવારે સવારે 8:45 વાગ્યે કંટ્રોલ પોઇન્ટના કેબીન પર ખંભાતી તાળા જોવા મળ્યા હતા. વળી પાછું કંટ્રોલ કેબિન પર પોસ્ટર લગાવી જણાવ્યું છે કે બસ ફરજિયાત નોંધાવી જવી. પોસ્ટર લગાવી તંત્ર પોતાની ઠેકડી જાતે જ ઉડાળતુ નજરે આવી રહ્યું છે. આ અંગે ડેપો મેનેજરે લૂલો બચાવ કરતાં જણાવ્યું કે સી.સી માં બસો આપી હોવાથી સ્ટાફ શોર્ટેજ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.