કાર્યવાહી:પ્રાંતિજના ઝીંઝવામાં માતાની હત્યા કરનારો પુત્ર ઝડપાયો

સલાલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારિયા-લાકડીના ઘા કરી હત્યા કરી હતી

પ્રાંતિજના ઝીંઝવા વાઘરોટા રોડ પર કૂવા ઉપર પરિવાર સાથે રહેતા વિશરામ ધનસિંહ ડામોરે તેની માતા ગંગાબેનને લાકડી તેમજ ધારિયા વડે ઘા કરી હત્યા કરી ઝીંઝવાની સીમમાં સંતાઈ ગયો હતો. પ્રાંતિજ પોલીસે મોડીરાત્રે ઝડપી પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં જણાવ્યું કે બોલાચાલી થતા ધારિયા તેમજ લાકડી વડે ઘા મારી તેની માતાની હત્યા કરી હતી. જ્યારે તેના પિતા કાલાજી ધુળાજી સડાતને પણ ઈજાઓ કરી હતી. પ્રાંતિજ પોલીસે ધારિયું તેમજ લાકડી કબજે લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...