રોષ:સલાલ નર્સરીના રોપાઓ ખાનગીમાં વેચાતાની રાવ

સલાલ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્સરીના મજૂરોને ઓછો પગાર અપાતો હોવાની બૂમ

પ્રાંતિજ સામાજિક વનીકરણ સંચાલિત સલાલમાં નર્સરીમાં વર્ષ દરમિયાન ઉછેરેલ રોપાઓ ચોમાસામાં વિતરણ બાદ વધેલા રોપાઓ ખાનગી નર્સરીઓમાં વેચાણ કરી રોકડી કરી લેવાતી હોવાથી રાવ ઉઠી છે. સલાલ નર્સરી દ્ધારા કેનાલ સાઈડ ઉપર નરેગા નર્સરીમાં રોપાઓની માવજત માટે ત્રણ મજૂરોને કામે લગાડી 11 જેટલાં મજૂરોના જોબ કાર્ડ બતાવી બેન્કમાંથી રૂપિયા ઉપાડી લઈ અધિકારીઓ દ્ધારા લાખોની રોકડી કરી લેતા હોવાની પણ બૂમ ઉઠી છે.

સલાલ નર્સરીના મજૂરોની માસિક હાજરી પૂર્ણ હોવા છતાં પણ અધિકારીઓ હાજરી કાપી નાંખે છે જેથી પગાર ઓછો આવતો હોવાથી મજૂરો પણ રોષે ભરાયા છે. આ અંગે આરએફઓ એ. એસ. પ્રજાપતિએ જણાવ્યું કે તમારી પાસે પૂરાવો હોયતો આપો મારા માતાજીનું અવસાન થયેલ હોઈ હું ઘેર છું આવીશ ત્યારે મળીશ પૂરાવો આપજો હું એક્શન લઈશ કહલ ફોન કટ કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...