નોટિસ:પ્રાંતિજની ખારી અમરાપુર દૂધ મંડળીને સ્વચ્છતાના અભાવે સાબરડેરીની નોટિસ

તાજપુરકૂઇ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાબરડેરીએ એક દિવસ દૂધ ન લઇ ડેરીના કર્મચારીઓને દંડ પણ ફટકાર્યો
  • દૂધ મંડળીના બીએમસીયુ યુનિટની સફાઈ બરાબર કરાતી ન હોઇ અને બીએમસીયુના વાલ્વ અને પાઇપમાં દહીં જોવા મળતાં નોટિસ પાઠવાઇ

પ્રાંતિજના ખારી અમરાપુર ગામે આવેલ દૂધ મંડળીમાં સ્વચ્છતા ના અભાવે સાબરડેરીએ નોટીસ આપી એક દિવસ દૂધ લેવાનુ ન લઇ કર્મચારીઓને દંડ કર્યો હતો. એક દિવસ સવાર સાંજ સાબરડેરીએ દૂર ન લેતાં ગ્રાહકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.

ખારી અમરાપુરમાં આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીને સ્વચ્છ દૂધ સંપાદન કામગીરી અને આઇ.એસ.ઓ 9001-2015 ના અમલીકરણમાં નિષ્કાળજી દાખવતા સા.કાં. જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સાબરડેરી હિંમતનગર દ્વારા આઇએસઓના ધારા ધોરણો મુજબ મંડળી તથા બીએમસીયુ યુનિટની સફાઈ બરાબર કરાતી ન હોઇ અને બીએમસીયુના વાલ્વ અને પાઇપમાં દહીં જોવા મળતાં અને સ્વચ્છતા ના અભાવે આઇ.એસ.ઓ કામગીરી માટેની સંઘ દ્વારા ચૂકવવામાં આવતા કર્મચારી પ્રોત્સાહન પેટે 5(પૈસા) પ્રતિલિટર રકમ 11,042 કપાત કરવામાં આવશે તેમજ સફાઈ માટે તા.07/01/22 ને શુકવાર ના રોજ સવાર-સાંજનું દૂધ લેવાનુ બંધ રખાતા એક દિવસના 2300 લિટર દૂધના રૂ. 70 હજાર ગ્રાહકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ અંગે સેક્રેટરીએ જણાવ્યું કે સફાઈ ને લઈ ને આજે દૂધ લેવામાં આવ્યુ નથી અને ઉપરથી સ્વચ્છતા મામલે નોટિસ મળી છે જે અનુસંધાને સફાઈ ચાલુ હોઇ સવાર-સાંજનું દૂધ લીધું નથી. દૂધ ભરાવવા આવેલ ગ્રાહકે જણાવ્યુ કે અમે રોજ સવાર સાંજ ડેરીમાં દૂધ ભરાવતા હોઈ એ છીએ પણ આજે ડેરીમાં દૂધ ન લેવામાં આવતા અમારે દૂધ ઘેર પડી રહ્યુ છે અને નુકસાન થયુ છે .

અન્ય સમાચારો પણ છે...