તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પ્રાંતિજના સાદોલીયા નજીકથી બંદૂક સાથે પોલીસે ડફેર પકડ્યો

પ્રાંતિજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 16 નંગ છરા તથા છરી નંગ-2 પણ મળ્યાં

પ્રાંતિજ પોલીસે રવિવાર પીઆઇ એચ.એસ. ત્રિવેદીની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.જે.ગોસ્વામી તથા હે.કો દિપકસિંહ જગતસિંહ તથા જીગ્નેશભાઈ મણીલાલ અને સ્ટાફની ખાનગી રાહે બાતમી મળેલ કે અનોડિયા થી શખ્સ બ્લેક બાઈક પર બંદૂક લઈને પ્રાંતિજ તરફ આવનાર છે. જે બાતમીના આધારે સાદોલીયા કેનાલ નજીક રોડ પર વાહન ચેકિંગમાં ઉભા હતા.

તે દરમિયાન અનોડીયા તરફથી નજરમહેમદ અલીભાઈ સિંધી (ડફેર) ઉ.વ.42 (રહે. પશુ દવાખાનાની પાછળ તા.વિજાપુર) ને પકડી તપાસ કરતાં પાસેથી એક સિંગલ બેરલની દેશી બનાવટની લાકડાના હાથાવાળી દેશી મજલ લોડ બંદૂક કિં.રૂ 3000, મોબાઈલ નંગ-1, છરા નંગ 16 તથા છરી નંગ-2 મુદ્દામાલ મળતા અટકાયત તેની વિરુદ્ધ આર્મ એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...