રોગાળાની દહેશત:પ્રાંતિજના વાઘપુર નવાપુરા ગામમાં ડમ્પિંગ સાઇટે કચરો નાખતાં આક્રોશ

તાજપુરકૂઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડમ્પિંગ સાઇટ પર કચરો નાખતાં કચરાના ઢગ ખડકાયા - Divya Bhaskar
ડમ્પિંગ સાઇટ પર કચરો નાખતાં કચરાના ઢગ ખડકાયા
  • ગામલોકોમાં રોગાળાની દહેશત, રજૂઆત કરવા છતાં કાર્યવાહી નહીં

પ્રાંતિજના નવાપુરા વાઘપુરામાં ડમ્પિંગ સાઇટે પ્રાંતિજ પાલિકા દ્વારા રોજ કચરો ઠલવાતાં ગામના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ગામ લોકોમાં રોગચાળાની દહેશત ફેલાઇ છે. પાલિકામાં આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ જ કાર્યવાહી કરાતી નથી. પ્રાંતિજ તાલુકાના નવાપુરા વાઘપુરમાં આવેલ ડમ્પિંગ સાઇટ પર દરરોજ પ્રાંતિજ શહેરનો કચરો એકઠો કરીને અહીંયા ઠાલવાય છે.

ત્યારે અહીંયા વસવાટ કરતાં રહીશોમાં રોગચાળો ફેલાવાની દહેશત ફેલાઇ છે. અનેકવાર પાલિકામાં રજૂઆત કરતા છતાં પાલિકાએ આંખ આડા કાન કરી દીધા છે. અહીંયા કચરો ખાલી કરવા આવતાં ડ્રાયવરને રોકતાં વિપરીત જવાબ મળે છે. વારંવાર રજૂઆત કરતા છતાં પાલિકા આ વિશે અજાણ હોય તેમ વર્તન કરે છે તો હાલ તો આ કચરાંને લઈને રહીશો માં આક્રોશ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...