રેસ્ક્યુ:સદાનામુવાડાના માતા અને પુત્રીની કેનાલમાં છલાંગ, માતાને બચાવી લેવાઇ, પુત્રી લાપતા

તાજપુરકૂઇ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતા અને પુત્રીનું કેનાલમાં ઝંપલાવવાનું કારણ અકબંધ, સિક્યુરીટી ગાર્ડે મહિલાને બચાવી

પ્રાંતિજના તાજપુરકૂઇ પાસે આવેલ સદાનામુવાડાની માતા-પુત્રીએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવતાં સિક્યુરીટી ગાર્ડે માતાને બચાવી હતી. પરંતુ મહિલાની દીકરીનો કોઇ પત્તો લાગ્યો ન હતો. તાજપુરકૂઈ પાસે આવેલ સદાના મુવાડાની માતા પુત્રીએ ગુરૂવારે બપોર બાદ અગમ્ય કારણોસર ગાંધીનગરની લિંબડીયાથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. આ ઘટનાની ફોન દ્વારા બ્રિજ ઉપર પોતાની ડ્યુટી કરતા બંને સિક્યુરિટી ગાર્ડને કરાતાં સિક્યુરિટી ગાર્ડ પ્રવિણ જાદવ અને પોપટજી ઠાકોર તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા.

ત્યારે મહિલા પાણીમાં ડૂબી રહી હતી જેથી બન્ને સિક્યુરિટી પાણીમાં છલાંગ લગાવીને મહિલાને કેનાલમાંથી બહાર કાઢી હતી અને મહિલાની પુત્રીને શોધવા માટે ભારે જહેમત ઉઠાવી છતાં તેનો પતો મળ્યો ન હતો. મહિલાને 108 બોલાવીને ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઘટના સ્થળે એક થેલી મળી આવતાં તેમાંથી ફોન આધારે તપાસ કરતાં આ મહિલાનું નામ આનંદીબહેન બાલુલાલ પ્રજાપતિ હાલ (રહે. ચિલોડા વતની તા. પ્રાંતિજ સદાના મુવાડા) જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...