ચકચાર:પ્રાંતિજમાં ટોલટેક્સ ઉપર કારચાલક પાસે ટેક્સ માંગતા રિવોલ્વર બતાવી

તાજપુરકૂઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારી નાખવાની ધમકીઓ આપતાં પોરબંદરના શખ્સ સામે ગુનો
  • કારચાલકે સ્ટાફમાં હોવાનું જણાવતાં ટોલ કર્મચારીએ આઇકાર્ડ માંગતા રિવોલ્વર બતાવી ફાયરિંગ કરી ઉડાવી દેવાની ધમકી આપતાં ચકચાર

પ્રાંતિજ ટોલટેક્સ પર કર્મચારીએ કાર ચાલક પાસે ટોલટેક્સ માંગતા રિવોલ્વર બતાવી અપશબ્દો બોલી મારી નાખવાની ધમકીઓ આપતાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પોરબંદરના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી.પ્રાંતિજના કતપુર પાસે આવેલ ટોલટેક્સ ઉપર હિંમતનગર બાજુથી કાર નં. જી.જે-03-જે.સી-4350 લઇ ને આવેલ ભુતિયા કિશોરભાઇ દેવશીભાઇ (રહે.ધરમપુર, પોરબંદર) કે જે નેશનલ હાઇવે રોડનું કામ કરતી ચેતક કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હોય અને ટોલટેક્સ બુથ ઉપરથી પસાર થતો હતો

તે સમયે ટોલટેક્સ બુથ ઉપર રહેલ ટોલ કલેક્ટર તરીકે ફરજ બજાવતો કર્મચારી મુઝફરખાન ઇમ્તિયાઝખાન પઠાણે નાણાં માગતા સ્ટાફમાં હોવાનુ જણાવતાં કર્મચારીએ આઇડીકાર્ડ માગતા ભુતીયા કિશોરભાઇએ પોતાના હાથમાની રિવોલ્વર બતાવી ટોલ કર્મચારી મુઝફરખાનને અપશબ્દો બોલી, તું મારી પાસે આઇ.ડી.કાર્ડ માગે છે, તુ કિશોરભાઈ ને ઓળખતો નથી તેમ કહી ફાયરિંગ કરી ઉડાવી દેવાની ધમકીઓ આપતાં આ અંગેની જાણ મુઝફરખાને કંપનીમાં કરતાં કંપની દ્વારા ફરિયાદ કરવાનું કહેતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...