તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:તાજપુરમાં કોબિજના ભેળસેળવાળા બિયારણ મુદ્દે ખેતીવાડી અધિકારીની ટીમે તપાસ કરી

તાજપુરકૂઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજના તાજપુરમાં ભેળસેળ કોબીજના મુદ્દે ખેતીવાડીના અધિકારીઓ દોડી આવી તપાસ શરૂ કરી હતી. - Divya Bhaskar
પ્રાંતિજના તાજપુરમાં ભેળસેળ કોબીજના મુદ્દે ખેતીવાડીના અધિકારીઓ દોડી આવી તપાસ શરૂ કરી હતી.
  • 16 વિઘામાં કરેલ કોબિજમાં 50 દિવસ સુધી ગર્ભ ન બંધાતા ખેડૂતોને ભેળસેળ બિયારણની ખબર પડી હતી

પ્રાંતિજના તાજપુરકૂઇમાં બે ખેડૂતોએ 16 વિઘામાં કોબીજનુ વાવેતર માટે રોપણી કરી હતી પરંતુ 50 દિવસ સુધી કોબીજના દડાનો ગર્ભ ન બંધાતા અને ગર્ભ બંધાયા બાદ વિકાસ ન થયો હોવા અંગે ગ્રાહક સુરક્ષામાં રજૂઆત કરતા ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરાઈ હતી. પ્રાંતિજ તાલુકાના તાજપુર ગામના નરેન્દ્ર પટેલે 10 ગ્રામના 80 પેકેટ અને રોહિત પટેલે 242 પેકેટ કુલ મળી રૂ. 70,000 ના બિયારણ ઉમિયા એગ્રોના ગીરીશભાઈ પાસેથી ખરીદ્યા હતા.

ગીરીશભાઇએ તે બિયારણ એગ્રો સેન્ટર તાજપુર કુઈ શરદ પટેલના ત્યાંથી ખરીદીને નરેન્દ્રભાઈ અને રોહિતભાઈ ને આપ્યું હતું પરંતુ રોપણી કર્યાના 50 દિવસ થવા છતાં કોબીજમાં દડાનો ગર્ભ ન બંધાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. 60 દિવસ બાદ ગર્ભ બંધાયા બાદ પણ દડામાં વિકાસ ન થયો હોવાથી બન્ને ખેડૂતો એ પ્રાંતિજ ગ્રાહક સુરક્ષામાં રજૂઆત કરી હતી

જેના અનુસંધાને ખેતીવાડી વિભાગના ડી. એમ.પટેલ, એચ.એન.પટેલ, ડૉ. એમ.કે. ચન્દ્રગીતે ખેતરની મુલાકાત લીધી હતી ત્યારબાદ પંચનામું કરી ગ્રાહક સુરક્ષામાં આ કોપી ના આધારે રિકવરી કરવામાં આવશે હોવાનુ જણાવ્યુ હતું ત્યારે પ્રાંતિજ પંથકમાં ભેળસેળ બિયારણનો સીલસીલો યથાવત રહેતા ખેડૂતોને રોપણી કર્યાના બે માસ બાદ માથે પછેડી ઓઢીને રોવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...