ચૂંટણી:પ્રાંતિજ તાલુકામાં 24 પંચાયતની ચૂંટણીમાં 61 ટકા મતદાન નોંધાયું

તાજપુરકૂઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ તાલુકામાં વૃદ્ધો મતદાન કરવા આવ્યા હતા. - Divya Bhaskar
પ્રાંતિજ તાલુકામાં વૃદ્ધો મતદાન કરવા આવ્યા હતા.
  • હેડક્લાર્ક પેપરલીક કાંડના આરોપી પોગલુ સરપંચના ઉમેદવાર મહેન્દ્રભાઇ પટેલ પોતાનો મત ના આપી શક્યા

પ્રાંતિજ તાલુકાની 24 ગામ પંચાયતોની રવિવારે યોજાયેલી ચૂંટણીમાં બપોર સુધીમાં 61.01 ટકા જેટલુ મતદાન યોજાયું હતું. ઝાલાની મુવાડી પંચાયત સમરસ થતા અને અનવરપુરા ગ્રામપંચાયત તથા કેશરપુરા ગ્રામપંચાયત બિનહરીફ થતાં 27 પંચાયતોમાંથી 24 પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી.

જેમાં પોગલુ, પોયડા, પીલુદ્રા, વજાપુર, સોનાસણ, ધડી, ફતેપુર, ધડકણ, બાકરપુર, મોયદ, કાલીપુરા, ઓરાણ સહિતના ગામોમાં સરપંચ સભ્યોની ચૂંટણી યોજાઇ હતી. જેમાં તંત્ર દ્વારા કુલ 55 બુથો ઊભા કરાયા હતા. 94 સરપંચ ઉમેદવારો તથા 168 સભ્યો ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઇ હતી. પોગલુ ખાતે સરપંચના ઉમેદવાર મહેન્દ્રભાઇ પટેલ પેપર લીકના આરોપી પોલીસ કસ્ટડીમાં હોઇ તેઓ પોતાનો મત આપી શક્યા નહતા.

અન્ય સમાચારો પણ છે...