ધરપકડ:મજરામાં ગ્રામજનોએ 3 ચોરને ચોરીના મુદ્દામાલ સાથે પકડ્યા

પ્રાંતિજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રાંતિજના મજરા પાસેથી ચોરીના મુદ્દામાલ સાથે ત્રણ ચોરોને ગ્રામજનોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા.

મજરામાં ગ્રામજનો રાત્રિના સમયે ગણેશ વિસર્જન કરી પરત ઘર તરફ આવતા હતા. તે દરમિયાન રસ્તામાં ટ્રીપ પાઇપના બંડલ ભરેલ રિક્ષા ગામ બાજુથી સામે મળતાં રિક્ષા ઉભી રાખી રિક્ષામાં રહેલ ત્રણેય શખ્સો ઉપર શંકા જતાં પૂછપરછ કરતા રિક્ષા મૂકીને ત્રણેય ભાગ્યા હતા. ગ્રામજનોએ પીછો કરી બે ચોરોને તાજપુર કૂઈ પાસેથી અને એકને વિનય હોટલ પાસેથી ઝડપી પાડ્યા હતા અને ત્રણે જણાએ મજરામાં રહેતા પ્રવિણભાઈ અંબાલાલભાઇ પટેલના ખેતરમાંથી 12 જેટલા ટ્રીપ પાઇપના બંડલની ચોરી કરી રિક્ષા નં.જી.જે-09-વી-9302 માં ભરીને લઈ જતા હોવાની કબૂલાત પણ કરી હતી. ગ્રામજનોએ પ્રાંતિજ પોલીસને જાણ કરતાં પીએસઆઇ એ.જે.ચાવડા સહિતે ત્રણેયને પોલીસને હવાલે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...