માંગણી:કોલેજના છાત્રોને ટેબલેટ, ખેડૂતોને સળંગ 8 કલાક વીજળી આપો: કોંગ્રેસ

તાજપુરકૂઇ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંતિજમાં તાલુકા કિસાન કોંગ્રેસ દ્વારા વિવિધ માંગોને લઈ આવેદન
  • ખેતીવિષયક ચીજ વસ્તુઓ પરથી જીએસટી નાબૂદ કરવા રજૂઆત

પ્રાંતિજ તાલુકા કિસાન કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓ અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા સહિતની વિવિધ માંગણીઓ સાથે પ્રાંતિજ મામલતદારને આવેદન આપી રજૂઆત કરાઇ હતી.

પ્રાંતિજ તાલુકા કિસાન કોંગ્રેસ દ્વારા પ્રાંતિજ મામલતદાર કચેરીમાં મામલતદાર એચ.પી.ભગોરાને આવેદન આપી વિદ્યાર્થીઓને પ્રથમ સત્ર 2019-20 માં ટેબ્લેટ માટે ફી ભરી હોવા છતાં આજદિન સુધી ટેબ્લેટ મળ્યા નથી.

જે તાત્કાલિક ટેબ્લેટ મળે તેવી વ્યવસ્થા કરવા, ખેડૂતોને 8 કલાક વીજળી સળંગ મળે અને ચોક્કસ સમય પર મળે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા, ખાતરમાં ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવા, સલ્ફેટ, પોટાશ, ડીએપી, વોટર સોલેબલ અને અન્ય ખાતરના ભાવ પાછા ખેંચવા,ખેડૂતોને જમીન વારસાઈમા આડી લીટી નાબૂદ કરી મિનિમમ ચાર્જ કરી વારસાઈ કરવા બાબત, ખેતી વિષયક દવાઓ, ડીઝલ, સાધનો, વાહનો ટ્રેક્ટર અને ખેતીમાં ઉપયોગી તમામ વસ્તુઓ ઉપરથી જીએસટી દૂર કરવા તાલુકા કિસાન કોંગ્રેસ પ્રાંતિજના પ્રમુખ પટેલ વિનયકુમાર ધનજીભાઇ, તાલુકા પ્રમુખ અમરીશભાઇ પટેલ, સદસ્ય રાજ પટેલ, નૂતનભાઇ પરમાર, ઉમેશભાઇ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...