તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુલાસો:પ્રાંતિજની સીતવાડા બોરીયા દૂધ મંડળીમાં પૂર્વ ચેરમેન - કારોબારીએ રૂપિયા 5 લાખની ગેરરીતિ કરી

તાજપુરકૂઇ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વર્તમાન ચેરમેને વારંવાર આ અંગે જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરવા છતાં કાર્યવાહી નહીં
 • 250 બોરી સાબરદાણનો સ્ટોક ન દર્શાવ્યો, વર્તમાન ચેરમેનની તપાસમાં બહાર આવ્યું

પ્રાંતિજની સીતવાડા બોરીયા દૂધમંડળીના પૂર્વ ચેરમેન અને કારોબારી સભ્યોએ 250 બોરી સાબરદાણનો સ્ટોક ન બતાવી રૂ. 5 લાખની ગેરરીતિ આચરતાં ચકચાર મચી જવા પામી છે. વર્તમા ચેરમેને વારંવાર આ અંગે જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન કરતાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

પ્રાંતિજની સીતવાડા બોરીયા દૂધ મંડળીમાં 2018 અને 2019માં ચેરમેન તરીકે રાઠોડ રામસિંહ વિરસિંહ મંડળીએ કાર્યભાર સંભાળ્યો હતો. જેમાં 250 બોરી સાબરદાણનો બંધ સ્ટોક દર્શાવ્યો હતો. જે નવીન ચેરમેન તથા કારોબારીએ તપાસ કરતાં 250 બોરી સાબરદાણનો સ્ટોક મળ્યો ન હતો. જેથી મંડળીના પૂર્વ ચેરમેન તથા કર્મચારીએ અંદાજે 5 લાખની ગેરરીતિ આચર્યાનું ખુલ્યું હતું. જેથી વર્તમાન ચેરમેન રાઠોડ રગુસિંહ કાળુસિંહે જિલ્લા રજિસ્ટ્રારમાં તા. 10-7-2020 રોજ જાણ કરી હતી. તેમજ અવારનવાર મૌખિક રજૂઆતો કરવા હોવા છતાં જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી ચાલુ ચેરમેને બેઠક બોલાવીને ચાલુ કારોબારી સભ્યોને આ વિશે માહિતી આપી હતી. જિલ્લા રજિસ્ટ્રારને ટેલીફોનીક દ્વારા વાત કરતા કાર્યકારી રમેશભાઈએ જણાવ્યું કે મુખ્ય કાર્યપાલક અન્વેષણ દૂધ અમદાવાદ ઓડિટ કરવા મોકલશે. દૂધ ગ્રાહકોનું કહેવું છે કે સત્વરે દૂધ મંડળીમાં ઓડિટ કરી સત્વરે વાપરેલા નાણાં મંડળીમાં જમા કરાવે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો