તંત્રની બેદરકારી:પ્રાંતિજના મોયદમાં ખુલ્લી ગટરોથી રોગચાળાનો ભય

સલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમસ્યા હલ નહીં થાય તો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાશે

પ્રાંતિજના મોયદમાં બનાવાયેલ ગટરો ઠેર ઠેર ખુલ્લી હોવાથી દુર્ગંધ મારે છે તેમજ મચ્છરોનો ઉપદ્રવ થવાથી રોગચાળાની ભિતી સેવાઈ રહી હોવાથી ગ્રામજનો વહીવટી તંત્ર ઉપર ભારે રોષે ભરાયા છે. ગામના બાળકો વૃદ્ધ તમેજ મહિલાઓને ચાલતા જતા ગટરના ખુલ્લા પાણીમાંથી પસાર થવું પડે છે.

ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ગંદકી દૂર નહીં કરાય તો ગ્રામજનો મોટી સંખ્યામાં પંચાયત જઈ હલ્લાબોલ કરશે તેમજ પ્રાંતિજ તા.પં. મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરીએ રજૂઆત માટે રેલી યોજશે.

અન્ય સમાચારો પણ છે...