તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય થયાનો પ્રાંતિજ પોલીસનો ફેક મેસેજ વાયરલ

પ્રાંતિજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 200ની ટોળકી સક્રિય થયાનો મેસેજ ફરતો થયો હતો
  • પોલીસે લોકોને ગેરમાર્ગે ન દોરવા જણાવી તપાસ શરૂ

શનિવારે પ્રાંતિજના લોકલ ગૃપોમાં બાળકો ઉઠાવી જતી 200થી વધુ સભ્યોની ટોળકી સક્રિય થઇ હોવાનો પ્રાંતિજ પોલીસના નામનો ફેક મેસેજ વાયરલ થતા દિવસ દરમિયાન પૂછપરછનો દોર ચાલુ રહ્યો હતો. પોલીસે લોકોને ગેરમાર્ગે ન દોરાવા જણાવી તપાસ હાથ ધરી હતી. પ્રાંતિજ પોલીસ તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયાનો એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ મેસેજમાં લખવામાં આવ્યું છે કે પ્રાંતિજ પોલીસે જાહેરનામું બહાર પાડીને જણાવ્યું છે કે પ્રાંતિજ ગામ ની અંદર બાળકોને ઉઠાવી જતી ટોળકી સક્રિય થઇ છે.

ટોળકીમાં 200 થી ઉપર સભ્યો છે અને કાળા કપડાં પહેરીને ઘેર ઘેર માતાજીનો ફોટો લઈને પૈસા ઉઘરાવી બાળકોની માહિતી મેળવે છે તથા પ્રાંતિજ અને તલોદમાં નાના ત્રણ છોકરા ગાયબ થયાનું લખીને મેસેજ વાયરલ કરાયો છે. પ્રાંતિજ પી.આઈ એચ.એસ. ત્રિવેદીએ જણાવ્યું કે આ મેસેજ તદ્દન ખોટો છે અને લોકોએ ગેરમાર્ગે દોરાઇ ઉન્માદ ન ફેલાવવો જોઇએ મેસેજ વાયરલ કરનારની તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...