તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:પ્રાંતિજમાં પાલિકાના ઉપપ્રમુખને લાફો મારતાં 3 ભાઇ સામે ફરિયાદ

તાજપુરકૂઇ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉપપ્રમુખની દુકાન પાછળ ગાડી મૂકવાના મામલે બબાલ

પ્રાંતિજ પાલિકાના ઉપપ્રમુખની દુકાન પાછળ ગાડી મૂકવાના મામલે ઉપપ્રમુખને મારમારી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં પ્રાંતિજ પોલીસમાં ત્રણ ભાઇઓ સામે ફરિયાદ નોંધાઇ છે. પ્રાંતિજ પાલિકાના ઉપપ્રમુખ અને વેપારી જગદીશભાઈ લચ્છુમલ કિંમતાણી રહે. ગજાનંદ સોસાયટી કે જેઓની હજામચોરા વિસ્તારમાં કરિયાણાની દુકાનના પાછળ આવેલ દરવાજા પર વસંતકુમાર જયંતીભાઈ મોદીની દુકાને આવતા કોઇક ગ્રાહકે ગાડી મૂકેલ હોઇ ઉપપ્રમુખ દ્વારા વસંતકુમારને કહેવા ગયેલ કે અમારા દુકાનના દરવાજા થી તમારે ત્યાં આવતા ગ્રાહકો ગાડીઓ દૂર રાખે અમને માલ સામાન લઈ જવામાં તકલીફ પડે છે તેવુ કહેતા વસંતકુમારે જગદીશભાઇને જમણા ગાલે લાફો માર્યો હતો.

તો વસંતકુમારનું ઉપરાણું લઈ કિરિટકુમાર જયંતીભાઈ મોદી તથા હરેશકુમાર જયંતીભાઈ મોદી જગદીશભાઈને માર મારવા લાગ્યા હતા. ત્રણેય જણા જતા જતાં જાનથી મારી નાંખીશુની ધમકી આપતાં જગદીશભાઇએ સ્ટેશનમાં ત્રણેય ભાઇઓ વસંતકુમાર જયંતીભાઈ મોદી, કિરિટ કુમાર જયંતીભાઈ મોદી અને હરેશકુમાર જયંતિભાઈ મોદી સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...